રાપરમાં પાંચ માસ પૂર્વે બનેલ હત્યાના કેસના આરોપીઓના જામીન મંજૂર
copy image

પાંચ માસ પૂર્વે રાપરમાં બનેલ હત્યાના કેસમાં સંડોવાયેલ આરોપી શખ્સોના જામીન અદાલતે મંજૂર કર્યા છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 21/7/24ના રાપરમાં રિલાયન્સ પેટ્રોલપંપ પાસે જૂની અદાવતનાં કારણે હતભાગી યુવાનની સરાજાહેર જીવલેણ હથિયારથી હત્યા કરી દેવામાં આવેલ હતી. સૂત્રો જણાવી રહ્યા છે આ કેસમાં આરોપીઓ ઈશમો સામે વિરુદ્ધ ગુનો નોંધાયા બાદ તપાસ પૂર્ણ થતાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ થઇ હતી. આ ગુના કામેના ત્રણેય આરોપી શખ્સોએ કોર્ટમાં જામીન અરજી દાખલ કરતાં કોર્ટે ત્રણે આરોપીને જામીન મુક્ત કરતો હુકમ જાહેર કર્યો છે.