ચેક પરત ફરતા મોરબીના આરોપી શખ્સને કોર્ટે 7 લાખનો દંડ ઉપરાંત એક વર્ષની કેદની સજા ફટકારી
મોરબીમાં ચેક પરત ફરવાના કેસમાં આરોપી શખ્સને રકમ 7 લાખનો દંડ અને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી અને આરોપી મિત્ર હોવાથી ફરિયાદીએ આરોપી શખ્સને સાત લાખ આપેલ હતા. જે પેટે આપવામાં આવેલ 3.50 લાખના બે ચેક પરત ફર્યા હતા. જેથી આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી. જેમાં કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને 7 લાખનો દંડ અને એક વર્ષની સજા ફટકારી છે.