ગૂગલ પે દ્વારા ભૂલથી એકના બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દીધા : સાયબર ક્રાઇમ સેલે પૂરેપૂરી રકમ પરત આપાવી

copy image

copy image

 સૂત્રો જણાવી રહ્યા છે  ઢોરીના શખ્સે ગૂગલ પેથી નાણાંની ચુકવણી કરતી વખતે ભૂલથી એકના બીજા ખાતામાં નાણાં ટ્રાન્સફર કરી દીધા હોવાનું બનાવ સામે આવ્યો છે જેમાં ઢોરીના શખ્સે પોતાના મિત્રને નાણાં આપવાના બદલે ભૂલથી અન્ય ખાતાંમાં નાણાં પહોંચી જતાં સાયબર ક્રાઇમ સેલે 97 હજાર પરત અપાવી સરાહનીય  કામગીરી બજાવી હતી. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ જાહેર કરેલી વિગતો મુજબ ઢોરીવાળા ભરતભાઇ પોતાના મિત્રના ખાતાંમાં ગૂગલ પેથી નાણાં ટ્રાન્સફર કરી રહ્યા હતા પરંતુ ભૂલથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ ગયેલ હતા જે બાદમાં તે શખ્સનો સંપર્ક કરતાં તેણે નાણાં પરત આપવા ના પાડી દીધેલ હતી. અંતે ભરતભાઇએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં સેલ તેને મદદરૂપ બની અરજદારની ગયેલી પૂરેપૂરી રકમ રૂા. 97 હજાર ખાતાંમાં પરત અપાવી દીધી છે.