માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં સાપરાધ મનુષ્યવધના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
માંડવી ખાતે આવેલ મોટી મઉંમાં સાપરાધ મનુષ્યવધમાં આરોપી નિર્દોષજાહેર કરી દેવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ માંડવી તાલુકામાં આવેલ મોટી મઉંના સીમ વિસ્તારમાં પશુપાલક યુવાનને શેઢા પરના ઈલેક્ટ્રીક તાર થકી કરંટ લાગતાં તેનું મોત નીપજયું હતું જેથી વાડીના જુગલ રામાણી સામે સાપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવવામાં આવેલ હતો. વધુમાં મળતી વિગતો મુજબ આ કેસમાં કોર્ટે આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ જાહેર કર્યો છે.