સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી નિર્દોષ જાહેર
સગીરાના અપહરણ તેમજ દુષ્કર્મના ચકચારી પ્રકરણમાં આરોપીને નિર્દોષ છૂટો કરી દેવાયો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વર્ષ 2021ના મે માસમાં આરોપી ઈશમ ફરિયાદીની સગીરવયની દીકરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી મોરબી લઈ ગયેલ હતો અને બે માસ સુધી સતત દુષ્કર્મ ગુજાર્યો હોવાથી આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જે કેસમાં કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવા આદેશ કર્યો છે.