ભચાઉના ઘરાણામાં લાકડા ભરેલી ટ્રક રોકાવી વન વિભાગના કર્મીને ધાકધમકી કરનાર બે આરોપી વિરૂદ્ધ નોંધાઈ પોલીસ ફરિયાદ

copy image

copy image

  ભચાઉ ખાતે આવેલ ઘરાણામાં લાકડા ભરેલી ટ્રક રોકાવી બાદમાં વન વિભાગના કર્મીને ધાકધમકી કરનાર બે આરોપી શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આધોઇ રાઉન્ડમાં ફોરેસ્ટ અધિકારી તરીકે ફરજ બજાવનાર ફરિયાદી કરશન દેવાયત બડીયાવદરા અને વનરક્ષક ગત દિવસે સાંજના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન તેમને ફોન દ્વારા એક શખ્સે જણાવેલ કે, આધોઇ ગામ નજીક નજીક તેની લાકડા ભરેલ ટ્રક જતી હતી તે સમયે ગામની ભાગોળે એક શખ્સે વાહન રોકાવી પોતાની વન અધિકારી તરીકેની ઓળખ આપી ગાડીને વન વિભાગની કચેરીએ લઇ જવાનું કહે છે. બાદમાં ફરિયાદી જણાવેલ સ્થળ પર જતાં ટ્રકની આગળ કાર ઊભી રાખી શખ્સ ઊભો હતો. ફરિયાદીએ પોતાની ઓળખ આપી બાવળના લાકડા લઇ જવા અધિકૃત હોવાનું જણાવતા આરોપી ઉશ્કેરાઈ જઈ ફરિયાદીને ગાળો આપેલ હતી. ઉપરાંત બાદમાં અન્ય શખ્સે ત્યાં આવી તેણે પણ ફરિયાદી સાથે ધાકધમકી કરી હતી.આ મામલે બંને શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.