મુંદ્રામાં બંધ મકાનમાંથી 1.85 લાખની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

chor

copy image

copy image

મુંદ્રામાં એક બંધ મકાનમાંથી 1.85 લાખની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ ચોરીના બનાવ અંગે મુંદ્રાના રોહિતભાઇ કેશભાઇ વાઘેલા દ્વારા પોલીસ ફરિયાદ કરવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર મુંદ્રાના યોગેશ્વરનગર મકાન નં. 31માં રહેનાર ફરિયાદી તથા તેના પત્નિ ગત તા. 22-12ના બપોરે ઘર બંધ કરી ભુજ ફરવા ગયેલ હતા. ત્યાંથી પરત આવીને જોતાં તેમના મકાનના તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. બાદમાં ઘરમાં વધુ તપાસ કરતાં સોનાના દાગીના તેમજ રોકડ સહિત કુલ 1,85,837ની મત્તા પર હાથ સાફ કરાયો હોવાનું સામે આવ્યું હતું. આ મામલે પોલીસે અજાણ્યા ચોર ઈશમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.