જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પ્રાગપર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ-ભુજ તથા શ્રી આર.ડી.જાડેજા સાહેબ, નાયબ પોલીસ અધિક્ષક ભુજ વિભાગ-ભુજ નાઓએ પશ્ચિમ-કચ્છ જીલ્લામાં દારૂ તથા જુગારની બદી નાબુદ કરવા સુચના કરેલ હોય.

જે અન્વયે પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટરશ્રી એચ.એસ.ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર ડ્રાઈવ અનુસંધાને પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. ઈશ્વરભાઈ સી. ચૌધરી નાઓને ખાનગીરાહે મળેલ સચોટ અને ભરોસાલાયક બાતમી હકીકત આધારે મુંદરા તાલુકાના નાની તુંબડી ગામે ગામથી ઉતરાદી સીમમા આવેલ બાવળોની ઝાડીમાં છ ઇસમોને ગંજીપાના વડે રૂપિયાની હાર-જીતનો જુગાર રમતા પકડી પાડી નીચેની વિગતે મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપીઓના નામ/સરનામા:-

(૧) કરસન હમીર દનીચા(મહેશ્વરી) ઉ.વ.૫૫ રહે. નાની તુંબડી તા.મુંદરા

(ર) શીવજી વાલજી જોગી ઉ.વ.૪૨ રહે.રામપર વેકરા તા.માંડવી

(૩) નાનજી મીઠુ મહેશ્વરી ઉ.વ.૫૦ રહે.નાની તુંબડી તા.મુંદરા

(૪) કાસમ રમજુ જુણેજા ઉ.વ.૪૨ રહે.નાની તુંબડી તા.મુંદરા

(૫) ઇબ્રાહીમ સુમાર જુણેજા ઉ.વ.૫૨ રહે. નાની તુંબડી તા.મુંદરા

(૬) જીવરાજ નાગશી મહેશ્વરી ઉ.વ.૬૦ રહે. નાની તુંબડી તા.મુંદરા

મુદ્દામાલની વિગત :

આરોપીઓનો ગુનાહીત ઇતિહાસ :

આરોપી શીવજી વાલજી જોગી ઉ.વ.૪૨ રહે.રામપર વેકરા તા.માંડવી વાળાનો ગુનાહિત ઇતિહાસ નખત્રાણા પો.સ્ટે. પાર્ટ-બી. ગુ.ર.નં.૦૬૨૬/૨૦૨૪ જુગારધારા કલમ ૧૨ મુજબ

આ કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓ :-

આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એસ.ત્રિવેદી નાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દિનેશભાઇ એમ. ધોરીયા તથા પો.હેડ કોન્સ. ગીરીશકુમાર એ.ચૌધરી તથા પો.હેડ કોન્સ. ઇશ્વરકુમાર સી.ચૌધરી તથા પો.કોન્સ. મહેશકુમાર બી. ચૌહાણ નાઓ સ્ટાફના માણસો જોડાયા હતા.