એસટી બસના બ્રેક ફેલ થઈ જતાં માર્ગ વચ્ચેની લોખંડની ગ્રીલ સાથે અથડાઈ : સદભાગ્યે કોઈને ઇજા નહીં
copy image

ભચાઉમાં એસટી બસના બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવીએ રહ્યો છે ત્યારે ઘટનાના પગલે આસપાસના લોકોમાં ભારે ધોડદામ મચી જવા પામી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામના વધારાના ફેરા માટે ડેપોથી ઉપડેલી બસ નંબર 574 વાળી જુના ડેપોમાં ડીઝલ ભરાવવા અર્થે ગયેલ હતી તે સમયે અચાનક બસના બ્રેક ફેલ થવાની જાણ થતાં બસ ચાલકે સમયસૂચકતા વાપરી બસને માર્ગ વચ્ચેની લોખંડની ગ્રીલ સાથે ટકરાવી ઉભી રાખી દીધી હતી.જાણવા મળી રહ્યું છે જે સર્જાયેલ અકસ્માતમાં કોઈને પણ ઈજા પહોંચી નથી કે કોઈ જાનહાનિ થઈ ન હતી.