કાતિલ ઠંડી વચ્ચે કચ્છનું વાતાવરણ ધૂંધણું બન્યું : કમોસમી વરસાદની આગાહીના કારણે માલધારી અને ખેડૂત વર્ગમાં ચિંતાનો માહોલ

copy image

કચ્છમાં કાતિલ ઠંડી વચ્ચે જિલ્લામાં પવન-ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારે આગાહી વચ્ચે કચ્છનું વાતાવરણ ધૂંધણું બની ગયું છે. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નલિયા અને ભુજના લઘુતમ તાપમાનમાં માત્ર એકજ ડિગ્રીનો તફાવત અનુભવાયો છે. આજે નલિયાનું લઘુતમ તાપમાન 9.8 તો ભુજનું ન્યૂનતમ પારો 10.9 ડિગ્રીએ નોંધાયો છે.
ત્યારે જાણવા મળી રહ્યું છે કે કાતિલ ઠંડી વચ્ચે કમોસમી વરસાદની આગાહીના પગલે માલધારી અને ખેડૂત વર્ગમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. હાલમાં કમોસમી વરસાદના કારણે કચ્છમાં બાગાયત પાકમાં નુકશાનની ભીતિ છે.