નાતાલના દિવસે અંદાજે 50 હજારથી વધુ સહેલાણીઓએ ધોરડોમાં સફેદ રણનો નજારો માણ્યો

copy image

કાતિલ ઠંડી વચ્ચે નાતાલના દિવસે અંદાજે 50 હજારથી વધુ સહેલાણીઓ ધોરડોમાં સફેદ રણનો નજારો માણવા ઉમટી પડ્યા હતા. વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લોર સહિતના સ્થળોએથી પ્રવાસીઓ ધોરડો ઉપરાંત રોડ ટુ હેવન નિહાળી રહ્યા છે. ધોરડોમાં પ્રવાસીઓની સંખ્યા વધી રહી છે. ત્યારે ઉતરાયણ સુધી પ્રવાસીઓનો ધસારો રહેવાનો છે જેને પગલે તંત્ર દ્વારા વધારાની વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે લોકોના ધસારાને ધ્યાને લઇ ધોરડોમાં વધારાનો સ્ટાફ ડેપ્યુટ કરી દેવાયો છે. ધોરડોમાં અંદાજે 3 થી 4 હજાર વાહનો પાર્ક થઈ શકે તેવા પાર્કિંગ પ્લોટ પણ હાલના દિવસોમાં મોટાભાગે ફૂલ છે.ત્યારે કડકડતી ઠંડી વચ્ચે વોચ ટાવર, રણ, બજાર સહિત ધોરડોમાં જુદા જુદા 80 જેટલા પોલીસ કર્મચારીઓ, એસઆરપીના જવાનો ફરજ પર તૈનાત છે.