અમરેલીના ખાંભા તાલુકામાં સિંહ પરિવાર શિકાર માટે રહેણાંક વિસ્તારમાં આવી પહોંચ્યો

copy image

અમરેલીના ખાંભા તાલુકામાં એક સિંહ પરિવાર શિકાર માટે નીકળી પડ્યો હતો ત્યારે આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાંભા શહેરના જુદા જુદા રહેણાંક વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ૪ સિંહસભ્યો આંટા અમારી રહ્યા છે ત્યારે રાતના સમય દરમ્યાન શિકારની શોધમાં નિકળેલ બે સિંહણ અને બે સિંહબાળ રહેણાંક વિસ્તારમાં આવે પહોંચ્યા હતા પરંતુ આમતેમ ફાંફાં માર્યા બાદ કશું ન મળતા આખરે ત્યાંથી નિકળી ગયો. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે બે દિવસ અગાઉ જ આ સિંહોએ એક અશ્વનો શિકાર કર્યો હતો. આ સમગ્ર બનાવનો સીસીટીવી વિડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે ત્યારે સિંહોના કાયમી આટા ફેરા વધતાં ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.