આજે ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છની મુલાકાતે

        આજરોજ તા. ૨૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની મુલાકાતે પધારી રહ્યા છે. તેઓ સવારે ૧૧.૦૦ કલાકે શ્રી અયપ્પા સેવા સમિતિ ટ્રસ્ટ પ્લોટ નંબર ૦૧, સેક્ટર ૦૧, ઓસ્લો ગાંધીધામ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજિત યોગ સંવાદ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

         આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેનશ્રી શિશપાલજી પણ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ માનનીય રાજ્યપાલશ્રી સાંજે ૪.૦૦ કલાકે ડૉ.બાબાસાહેબ આંબેડકર કન્વેશન હોલ ગાંધીધામ ખાતે ઓલ ઈન્ડિયા મારવાડી યુવા મંચ દ્વારા આયોજિત ૧૫મા રાષ્ટ્રીય અધિવેશનમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને શુભારંભ કરાવશે.