ડોકટરીને લગતા 2.03 લાખના મુદ્દામાલ સાથે ગાંધીધામમાંથી બોગસ ડોકટર દબોચાયો
ગાંધીધામમાંથી પોલીસે 2.03 લાખના મુદ્દામાલ સાથે બોગસ ડોકટરને ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના કાર્ગો પી.એસ.એલ. ઝૂંપડપટ્ટી વિસ્તારમાં એક શખ્સ ડિગ્રી વગર દવાખાનું ચલાવી લોકના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસની ટીમે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી આરોપી શખ્સની પોલીસે અટક કરી હતી. જાણવા મળી રહ્યું છે કે આ દુકાનમાંથી મળી આવેલી એલોપેથીની દવાઓ આ શખ્સ કોઈ પણ ડિગ્રી વગર લોકોને આપી તેમનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો. ડોકટરીને લગતા સામાનની કી.રૂ. 2,03,532નો મુદ્દામાલ પોલીસે આ ઈશમ પાસેથી જપ્ત કર્યો છે. પોલીસે આરોપી શખ્સની અટક કરી તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.