ગાંધીધામમાં એક વાળામાંથી 55 હજારનો દારૂનો જથ્થો ઝડપાયો : આરોપી ફરાર
ગાંધીધામ ખાતે આવેલ જૂની સુંદરપુરી વિસ્તારમાના એક વાળામાંથી 55 હજારનો દારૂનો જથ્થો પોલીસે ઝડપી પાડેલ છે ત્યારે સૂત્રો જણાવી રહયા છે જે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ પોલીસની પકડથી દૂર હતો. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ ડ્યૂટી પર હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેનાર મેહુલ ભીખા પરમાર નામના શખ્સ અંબે માતાના મંદિર સામે આવેલા વાડામાં દારૂ રાખી વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેઈડ પાડી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન પોલીસે અહીથી કુલ રૂા. 55,962નો શરાબ કબ્જે કર્યો હતો, જ્યારે આરોપી શખ્સ નાસી છૂટવામાં સફા રહયો હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.