ગાંધીધામમાં માર્ગ ઓળંગતી વેળાએ બાઈક ચાલકે હડફેટમાં લેતા 40 વર્ષીય આધેડે જીવ ખોયો

copy image

copy image

ગાંધીધામના ટાગોર રોડ પર માર્ગ ઓળંગવા જતાં 40 વર્ષીય આધેડને બાઈકે હડફેટમાં લેતા તેમનુ મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  શહેરમાં રહેનાર દેવબહાદુર નામના આધેડ ગત તા. 23/12ના રાત્રે 10 વાગ્યાના અરસામાં મોરબિયા હોસ્પિટલ સામેના ટાગોર રોડ પર સાઇકલ ઉપાડીને માર્ગ ઓળંગી રહ્યા હતા તે સમયે ગાંધીધામથી આદિપુર જતી બાઇકના ચાલકે હડફેટમાં લેતા તેઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ આધેડની સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવમાં બાઈકચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.