શિણાયમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કર્યો
copy image

શિણાયમાં 22 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનનું અંતિમ પગલું ભરી લીધુ હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ શિણાયના રોયલ પાર્ક-1, મકાન નંબર 421માં રહેનાર મૂળ બિહારના 22 વર્ષીય સર્જનકુમાર નામના યુવાને કોઈ કારણે પંખામાં કમરમાં બાંધવાનો પટ્ટો બાંધી ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી હતી. આ અંગે પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.