જયપુરમાં સ્કૂલ બસ નિર્માણાધીન પુલ સાથે અથડાતાં સર્જાયો ગમખ્વાર અકસ્માત : એક શિક્ષકનું મોત, 15 બાળકો ઘાયલ
સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે જયપુરમાં આજે સવારે એક સ્કૂલ બસનો મોટો અકસ્માત થયો હતો. જેમાં એક શિક્ષકનું મોત તેમજ 15 બાળકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.આ બનાવ જયપુરના ચોમુમાં NH 52 પર ભોજલાવા કટ નજીક બન્યો હતો. આ સ્થળ પર બસના ચાલકે અચાનક કાબૂ ગુમાવી દેતાં બસ નિર્માણાધીન પૂલમાં ઘૂસી ગઈ હતી.
સૂત્રો જણાવી રહ્યા છે કે આ સ્કૂલ બસ નિયમોનું ઉલ્લંઘન કરીને સ્પીડમાં ચાલી રહી હોવાનું પ્રાથમિક તપાસ દરમ્યાન જાણવા મળ્યું છે. ઉપરાંત શહેરમાં અનેક સ્કૂલ બસો પરમીટ અને ઈન્સ્યોરન્સ વગર રસ્તાઓ પર દોડી રહી હોવાનું પણ સામે આવ્યું છે, જાણવા મળી રહ્યું છે કે બનાવને પગલે સુરક્ષાને લઈને પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.