લખાવટ તથા નેર અમરસરના સીમમાંથી થયેલ 3.35 લાખની ચોરીમાં સામેલ 11 આરોપી દબોચાયા
ભચાઉ ખાતે આવેલ લખાવટ તથા નેર અમરસરના સીમમાં ખાનગી વીજ કંપનીના રૂા. 3,35,000ની ચોરીનો ભેદ ઉકેલી ગુનામાં સંડોવાયેલ 11 ઈશમોને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ લાખાવટ અને નેર અમરસરની સીમમાં ખાનગી વીજ કંપનીના રૂા. 3,35,000ના સામાનની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી જે અનુસાર પોલીસ કાર્યવાહી હાથ ધરી અને આ ચોરીમાં સામેલ 11 ઈશમોને દબોચી લીધા છે. પોલીસે પકડાયેલા આ શખ્સો પાસેથી તમામ હાજર મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.