ભુજના મોટા દિનારા માર્ગ પરથી શિકાર કરતી ટોળકીને ઝડપી પાડતી ખાવડા પોલીસ
ભુજના મોટા દિનારા માર્ગ પરથી શિકાર કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ખાવડા પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, મોટા દિનારાથી આગળના માર્ગ પર બે મૃત સૂવર તથા શિકાર માટેના હથિયારો સાથે અમુક ઈશમો આવેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળ સ્થળ પરથી આરોપી શખ્સોને રંગે હાથ ઝડપી પાડેલ છે. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી કુલ રૂા. 1,10,400નો મુદ્દામાલ જપ્ત કરી તેમના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.