ચાર લોકોએ ત્રાસ આપતા અંજારની યુવતીએ એસીડ ગટગટાવી લીધું
અંજારમાં એક યુવતીએ એસીડ ગટગટાવી લેવાના કેસમાં ચાર ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારમાં રહેતી એક યુવતીની સગાઇ રવિ નામના શખ્સ સાથે થઇ હતી.આ યુવતીને બોલાવી આરોપી શખ્સે ધાક ધમકી આપી તેને લાફા માર્યા હતા. ઉપરાંત સગાઈ તોડાવી દેવાની ધમકી આપે હતી. ઉપરાંત રવિને મેસેજ કરી ફોન કરી યુવતીના ચારિત્ર્ય અંગે વાતો કરતાં આ યુવાને પોતાની સગાઈ તોડી નાખી હતી. આટલું જ નહીં વધુમાં આરોપી સખ્સોએ આ યુવતીની ભાભીને પણ યુવતીને ફોન કરી ચારિત્ર્ય અંગે ટિપ્પણીઓ કરી હતી. ઉપરાંત અન્ય આરોપી શખ્સોએ પણ આ યુવતી વિષે ટિપ્પણીઓ કરતાં યુવતીએ આરોપી શખ્સોના ત્રાસથી એસિડ ગટગટાવી લીધું હતું. આ મામલે આરોપી ઈશમો વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.