ભુજોડીમાંથી તીનપત્તીનો જુગાર રમતા ચાર ખેલીઓની અટક

copy image

ભુજ તાલુકાનાં ભુજોડી ગામમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માધાપર પોલીસ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે ભુજોડીમાં રહેતા જગદીશ ખેતાભાઇ મંગરિયાના મકાનની ખુલ્લી ચાલીમાં અમુક ઈશમો રૂપિયાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર દરોડો પાડી આરોપી ઈશમોને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી રોકડ રૂા. 11,300 સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.