ગાંધીધામમાં એક રહેણાંક મકાનમાથી બોટલ અને કોથળીમાંથી વિદેશી શરાબ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

ગાંધીધામમાં એક રહેણાંક મકાનમાથી બોટલ અને કોથળીમાંથી વિદેશી શરાબ પોલીસે ઝડપ્યો છે. ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગાંધીધામના સુંદરપુરી વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી બોટલ અને કોથળીમાંથી વિદેશી શરાબના જથ્થો પોલીસે જપ્ત કર્યો છે જ્યારે આરોપી પોલીસની પકડમાં આવ્યો ન હતો. જાણવા મળી રહ્યું છે કે પુર્વ બાતમીના આધારે પોલીસે ગત દિવસે કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સનાં રહેણાંક મકાનમાંથી રૂ. 690ની કીમતની 11 બોટલો ઉપરાંત પ્લાસ્ટીકના કોથળામાંથી વિદેશી દારૂ ભરેલી કોથળીઓ કબ્જે કરાઈ છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.