કળકળતી ઠંડી વચ્ચે હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો : આબુમાં માઇનસ 4 ડિગ્રીએ પહોંચ્યું તાપમાન

copy image

કળકળતી ઠંડી વચ્ચે ગુજરાતની નજીક ગણાતા એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળી રહ્યો છે. ત્યારે સૂત્રો જણાવી રહ્યા છે કે માઉન્ટ આબુમાં માઇનસ 4 ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. વાહનો પર બરફની ચાદર જામી હોવાના દ્રશ્યો જોવા મળ્યા છે. મોટી સંખ્યામાં પર્યટકો ઠંડીનો નજારો માણવા માઉન્ટ આબુ પહોંચ્યા છે. માઉન્ટ આબુમાં ઠંડીનો તીવ્ર ચમકારો જોવા મળ્યો છે. કડકડતી ઠંડીને કારણે જનજીવન પ્રભાવિક થયું હતું.