વરસાણા નજીક હરિયાણાના વેપારીને માર મારી દિન-દહાડે છ શખ્સોએ લૂંટ મચાવી

copy image

અંજાર ખાતે આવેલ વરસાણા નજીક હરિયાણાના વેપારીને માર મારી છ શખ્સોએ લૂંટ મચાવી હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હરિયાણામાં ડ્રીલ મશીનનો વેપાર કરતા ફરીયાદી રાકેશ દેવિસિંગ રાજપુત દ્વારા આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર એક માસ પૂર્વે ફેસબુકમાં ફરીયાદીને મોબાઈલ નંબર નજરે પડયો હતો. જે નંબર વાત કરતા સામા વાળાએ ગાંધીધામથી વાત કરૂ છુ તેવું કહી એકના ત્રણગણા રૂપીયા કરી દેવાની લાલચ આપેલ હતી. વધુમાં જણાઈ રહ્યું છે કે ફરીયાદી અને તેનો મિત્ર ટ્રેનમાં ગાંધીધામ આવ્યા બાદ આરોપી હોન્ડા સીટી કારમાં ચાવલા ચોક અને બાદમાં ભચાઉ હાઈવે પર લઈ ગયા હતા. અને બાદમાં અંજારના વરસાણા નજીક ટોયોટા કંપનીના શોરૂમ પાસે એક કાર ઉભેલ હતી જેમાં ચાર ઈશમો બેઠેલ જણાયા હતા. આરોપી શખ્સે ફરિયાદીને પેમેન્ટ કારમાંથી લેવાનું કહેતા કારમાંથી બે જણા ઉતાર્યા અને પાંચ લાખ ફરિયાદીના મિત્ર પાસે ફેંકયા હતા. બાદમાં આરોપી શખ્સો ફરીયાદીના મિત્ર સાથે આરોપીઓ ઈશમોએ ઝપાઝપી કરી બેટ વડે હુમલો કરી દીધો હતો. ઉપરાંત હાથમાં રહેલા રૂપીયા બળજબરીપુર્વક ઝુંટવાનો પ્રયાસ કરેલ હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઝપાઝપી બાદ પાંચ લાખમાંથી ત્રણ લાખ લઈને આરોપી શખ્સો નાસી છૂટ્યા હતા. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.