અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ વરસાણા હાઈવે રોડ ૫૨ થયેલ ધાડના ગુન્હાનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે અંજાર વિસ્તારમાં બનતા લુટ-ધાડ, શરીર તેમજ મિલકત સંબંધી તથા ઠગાઈ વિશ્વાસધાત જેવા ગુનાઓને શોધી કાઢી તેમજ સત્વરે આરોપીઓ પકડી પાડવા સૂચના કરેલ હોઈ

અંજાર પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૫૬૨/૨૦૨૪ બી.એન.એસ.કલમ- ૩૧૦(૨), ૩૦૯(૬), ૩(૫) જી.પી.એક્ટ કલમ-૧૩૫ મુજબનો ગુનો ગઈ તા.૨૮/૧૨/૨૦૨૪ ના રજીસ્ટર થયેલ જે ગુનામાં હરીયાણા રાજ્યના રહીશ રાકેશ દેવીસીંગ રાજપૂત ઉ.વ. ૩૪ રહે. બહાદરગઢ જી.ઝઝર હરિયાણાવાળાને ચીટર ગેંગ દ્રારા ફેસબુકના માધ્યમ દ્રારા સંર્પક કરી વિશ્વાસમાં લઈ રૂપિયા “એક કા ત્રીન”લાખ રૂપિયાની લાલચ ફરીયાદીને બોલાવી આરોપીઓએ પોતાના કબ્જાની હોન્ડા સિટી ગાડી જેના રજી.નં.જી.જે.૦૬.એચ.એસ.૨૭૬૩ વાળીમાં બેસાડી લઈ જઈ બાદમા અન્ય આરોપીઓને બોલાવી સાથે મળી એક સંપ થઈ સમાન ઇરાદો પાર પાડવા તેમની પાસે રહેલ બેટ વડે ફરીયાદી તથા સાહેદ ઉપર હુમલો કરી માર મારી તેમની પાસે રહેલ ત્રણ લાખની લુંટ કરી ધાડ પાડી આરોપીઓના કબ્જાની સફેદ કલરની ગાડીમાં નાશી ગયેલ હોવાનુ ફરીયાદી દ્રારા અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરેલ.

જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે બનેલ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ તાત્કાલીક ધોરણે પોલીસ સ્ટાફની ટીમો બનાવી ધાડના ગુનાને અંજામ આપનાર ગેંગના ઈસમોને શોધી કાઢવા સુચન કરેલ હોઈ જે સંબધે અંજાર પોલીસ દ્રારા પોતાના હ્યુમન સોર્સીસ તેમજ ટેકનીકલ સર્વલેન્સ આધારે તેમજ ફરીયાદીએ જણાવેલ આરોપીઓના વર્ણન આધારે ધાડ લુંટ તેમજ ચીટીંગ ક૨તા ઇસમો ૫૨ વોચ રખાવી સચોટ બાતમી આધારે હાલમાં ગુનાને અંજામ આપેલ ગેંગના મુખ્ય આરોપી સાથે બે આરોપી એમ કુલ-03 આરોપીઓને પકડી ગુના કામે ઉપયોગમાં લીધેલ નીચે મુજબના મુદામાલ તપાસ અર્થે કબ્જે કરી પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ આગળની તપાસ ચાલુમાં છે

પકડાયેલ આરોપી :-

(૧) જમનશા ભચલશા શેખ ઉ.વ.૨૩ રહે.નવા કનૈયા બે તા.ભુજ (મુખ્ય આરોપી)

(૨) અબ્દુલરજાક હાજીભાઈ જેથડા (ગરાસીયા) ઉ.વ.૩૪ રહે.વીડી બગીચા તા.અંજાર

(3)નાસીરશા ભચલશા શેખ ઉ.વ.૨૨ રહે.મદ્રેશાની બાજુમાં નવા કનૈયા બે તા.ભુજ

પકડવાના બાકી આરોપી :-

અન્ય ત્રણ અજાણ્યા આરોપી

કબ્જે કરેલ મુદ્દામાલ :-

(૧) રોકડા રૂપિયા ૫૦, ૦૦૦/-

(૨) મો.ફોન નંગ ૦૧- કિ.રૂ.૫૦૦૦/-

(3) ગુનો કરવા ઉપયોગ લીધેલ આઈ-૨૦ ગાડી જેના રજી.નં.જી.જે.૩૬-એલ-૦૪૨૯ જેની डि.३.४, ००,०००/-

(૪) ગુનો ક૨વા ઉપયોગ લીધેલ હોન્ડા સીટી ગાડી જેના રજી.નં.જી.જે.૦૬-એચ.એસ.૨૭૬૩ જેની કિ.રૂ.૪, 00, 000/-

(૫) ગુના કામે ઉપયોગમાં લીધેલ લાકડાનુ બેટ નંગ-૦૧ જેની કિ.રૂ.00/-*

એમ કુલ્લે કિ.રૂ. ૮, ૫૫, ૦૦૦/-

આ ઉપરોકત કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઈન્સપેકટર શ્રી જે.એસ.ચુડાસમા તથા શ્રી પી.એન.ઝાલા તથા અંજાર પોલીસ સ્ટાફ સાથે કામગીરી કરેલ છે.