ભુજમાંથી 1.55 લાખના મુદ્દામાલ સાથે છ ખેલીઓની અટક
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2023/08/970736623Jugar-150x150-1.jpg)
copy image
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2023/08/970736623Jugar-150x150-1.jpg)
ભુજમાંથી 1.55 લાખના મુદ્દામાલ સાથે છ પત્તાપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજે ભુજની જથ્થાબંધ માર્કેટના પાર્કિંગ વિસ્તારમાં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ સ્થળ પરથી ગંજીપાના વડે જુગાર રમતા રોકડ સહિત કુલ 1,55,600ના મુદ્દામાલ સાથે પોલીસે રંગે હાથ દબોચી લીધા હતા. પોલીસે પકડાયેલ ઈશમો પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.