આદિપુરમાંથી નંબર વગરના મોપેડમાંથી દારૂની 19 બોટલ નીકળી પડતાં ચાલકની અટક

copy image

ગાંધીધામ ખાતે આવેલ આદિપુરમાંથી નંબર વગરના મોપેડમાંથી દારૂની 19 બોટલ નીકળી પડતાં પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ચાલકની અટક કરી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આદિપુર શહેરમાં આવેલ ક્રિષ્ના પેટ્રોલપમ્પ સામેથી પસાર થઇ રહેલા નંબર વગરના મોપેડને પોલીસે અટકવી અને તેની તપાસ હાથ ધરી હતી. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન આ મોપેડની ડેકીમાંથી ઉપરાંત આગળ રહેલા થેલામાંથી બોટલો નીકળી પડી હતી.પોલીસે આ મોપેડ ચાલકની અટક કરી તેની પાસેથી રૂા. 12,442ની 19 બોટલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.