ગાંધીધામના ઝૂંપડા વિસ્તારમાંથી દારૂની 14 બોટલ સાથે એક શખ્સની કરાઈ ધરપકડ
ગાંધીધામ શહેરમા આવેલ કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તારમાંથી દારૂની 14 બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરમા આવેલ કાર્ગો પીએસએલ ઝૂંપડા વિસ્તારની શેરી નં. 3માં પોલીસે આ કાર્યવાહી હાથ ધરી હતી. આ સ્થળ પરથી પોલીસે એક ઓરડીમાંથી દારૂની 14 બોટલ સાથે એક ઈશમની અટક કરી છે. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.