મીઠીરોહર નજીક કામ કરતી વેળાએ ટ્રક પરથી પટકાતાં શ્રમિકનું મોત
ગાંધીધામના મીઠીરોહર નજીક કામ કરતી વેળાએ ટ્રક પરથી પટકાતાં એક શખ્સનું મોત નીપજયું હોવાનો બનાવ સપાટી પર આવ્યો છે. આ જીવલેણ બનાવ મીઠીરોહરમાં ગત દિવસે બન્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ શ્રમિક એવો રાજકિશોર નામનો યુવાન ટ્રક અને ટ્રોલી વચ્ચે બેસીને વેલ્ડિંગનું કામ કરી રહ્યો હતો.તે સમયે અચાનક નીચે પડી જતાં તેને છાતી અને માથાંમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં ગંભીર ઇજાઓના પગલે આ શ્રમિકનું મોત નીપજયું હતું.