આદિપુરમાં પોતાના જ ઘરમાંથી એક આધેડના મોબાઈલની થઈ ચોરી : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

chor

copy image

copy image

આદિપુરમાં પોતાના જ ઘરમાંથી એક આધેડના મોબાઈલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23/12ના રાતના સમય દરમ્યાન આદિપુર શહેરમાં આવેલ વોર્ડ-6બી સંત કેવરરામ નગરના મકાન નંબર 273-Bમાં બન્યો હતો. અહી સુનીલ રમેશકુમાર દુબે એવા ફરિયાદી રાત્રે જમી લીધા બાદ ધ્યાનમાં બેઠા હતા અને પોતાનો મોબાઈલ બારી પર મુકેલ હતો. વધુમાં જણાઈ રહ્યું છે કે બાદમાં ધ્યાનમાંથી બહાર આવીને બારી પર જોતાં તેમનો મોબાઈલ હાજર મળ્યો ન હતો. અંતે મોબાઇલ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.