દયાપર નજીકથી ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેકટર ઝડપાયું
લખપત ખાતે આવેલ દયાપર નજીક મોરગર જતા માર્ગ પરથી ગેરકાયદેસર રેતી ભરેલું ટ્રોલી સાથેનું ટ્રેકટર ઝડપી પાડવામાં આવેલ છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મામલતદાર એસ.એ. ડોડીયાને પૂર્વ બાતમી મળેલ હતી કે, દયાપર-ઉમિયા નગરથી મોરગર જતા હાઇવે પર ગેરકાયદેસર રેતીની ચોરી કરીને ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે બપોરના તપાસ હાથ ધરવામાં આવતા બાતમી વાળા ટ્રેક્ટરને અટકાવી ચાલક પાસે ટ્રેક્ટરમાં ભરેલ રેતી અંગેના પુરાવાની માંગ કરતાં તે રજૂ કરી શક્યો ન હતો. તેથી રોયલ્ટી વિના ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રોલી સાથેનું ટ્રેક્ટર કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખાણ ખનીજ વિભાગને જાણ કર્યા બાદ દયાપર પોલીસને સોંપવામાં આવ્યું હતું.