વર્ષના અંતિમ દિવસે આવનાર વર્ષ માટે નવા સંકલ્પ કરો : આપણાં યુવાધનને દારૂથી બચાવો
કચ્છ કેરના તમામ દર્શકમિત્રોને અત્રેથી સૂચિત કરવામાં આવે છે કે આજે 31 ડીસેમ્બર એટલે કે વર્ષનો અંતિમ દિવસ. આજે કેટલાક કુપાત્રો પોતાની મોજ-મસ્તીના મોહમાં અન્ય લોકને નુકશાન પહોંચાડતા હોય છે. ત્યારે આવા નરાધામોની સંખ્યામાં વધારો ન થાય અને આપણાં દેશના યુવાનોને ગેરમાર્ગે દોરતા બચાવી શકાય એ માટે જાહેર લોકો એ જ આગળ આવવું પડશે. ત્યારે આજે દારૂનો વેપલો ઓછો થાય અને આપાણાં યુવાધનને બચાવી શકાય તેવા સંકલ્પ સાથે સત્યનો સાથ આપી અને ક્યાય પણ ગેર પ્રવૃત્તિ થતી જણાય તો તુરંત તમારા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી.
ઉપરાંત આજના વ્યસ્તતા ભરેલ જીવનમાં આજના નવયુવાનો વાહન ચલાવતી વખતે પણ મોબાઇલમાં જોતાં હોય છે કે વાત કરતાં હોય છે જેના કારણે અકસ્માતની ભીતી રહે છે પરીણામે મોબાઈલ તમારો જીવ લે છે પણ ગમે તેવી સ્થિતિ હોય મોબાઈલ આપણે મૂકતા નથી. ખરેખર મોબાઈલ ચાલુ વાહનમાં પ્રતિબંધ છે. ડ્રાઇવિંગ કરતી વખતે મોબાઈલ સતત ચાલુ હોય છે. જે ટુ વ્હીલર માટે તો બહુ ગંભીર પ્રશ્ન છે. આપણો મોબાઈલ જ ચાલુ ડ્રાઈવિંગમાં આપનો ગમે ત્યારે જીવ લેશે એ વાત કરી છે પણ જાગીએ ત્યાંથી જ આપણે સવાર કરીએ અને મોબાઈલને ચાલુ ટુવીલરમાં અથવા ચાલુ કારમાં મોબાઈલ નો ઉપયોગ ન કરવામાં આવે એવી જાહેર જનતાને અમારા કચ્છ કેરના પરીવાર તરફથી નમ્ર અપીલ છે.