વડાલા ગામની નદીમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત મળી આવતા લોકોમાં રોષ
મુંદ્રા ખાતે આવેલ વડાલા ગામની નદીમાં મોટા પ્રમાણમાં માછલીઓ મૃત મળી આવેલ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે.ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વડાલા ગામ નજીકથી પસાર થતી નદી ખુબ મોટી છે. આ નદીની આજુબાજુ અનેક ખાનગી કંપનીઓ આવેલ છે.ત્યારે સૂત્રોનું કહેવું છે કે કોઈ પણ દ્વારા આ નદીના પાણીમાં પદાર્થ છોડયો હોય તો જ આવું શક્ય છે. વધુમાં જણાઈ રહ્યું છે કે અહીથી માત્ર માછલીઓ જ નહીં,પરંતુ પાણીના સાપો, પક્ષીઓના પણ મૃતદેહો મળી આવેલ છે. ત્યારે સ્થાનિક લોકોનું કહેવુ છે કે આ વિસ્તારમાં ખાનગી કંપનીઓ આવેલ હોવાથી એમની ગતિવિધિ પર તંત્રની નજર અતિ આવશ્યક છે. આ માછલીઓ, પક્ષીઓ, પાણીના સાપોનું મૃત્યુનું કારણ હજુ સુધી અકબંધ છે. આ નદીના કેટલાય પટમાં આ માછલીઓના મૃતદેહો સડી રહ્યા હોવાથી એની પાણીમાં ભળતી દુર્ગંધ અન્ય જીવો માટે પણ જીવનું જોખમ બની શકે છે.