અંજાર શહેરના દબડા રોડ પર વિજ તપાસમાં ગયેલા બે કર્મીઓને બંધક બનાવાયા છતાં કોઈ ફરિયાદ નહીં

copy image

અંજાર શહેરના દબડા રોડ પર વિજ તપાસમાં ગયેલા બે કર્મીઓને બંધક બનાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. પરંતુ આ મામલે કોઈ ફરિયાદ ન નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર અંજાર શહેરના દબડા રોડ પર વિજકર્મીઓ તપાસ અર્થે ગયેલ હતા. તપાસ દરમ્યાન એક ઈમારતમાં વિજ મીટરમાં અજુગતું જણાતા મીટર ઉતારી લેવામાં આવતા અમુક શખ્સોએ વિજકર્મીઓને ઈમારતમાં પુરી દીધેલ હતા. ઉપરાંત જ્યારે આ મીટર પાછું લગાવવામાં આવ્યું ત્યારે તેઓને છૂટા કરાયા હતા. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.