મુન્દ્રાની બજારમાં થેલીમાં ચેકો મારી બે મોબાઈલ સેરવી લેવાયા

copy image

મુન્દ્રામાં થેલીમાં ચેકો મારી મોબાઈલ ચોરી લેવાતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ મુન્દ્રાની બજારમાં ઘરનો સામાન લેવા આવેલ દંપતીની થેલીમાં કોઈ અજાણ્યા શખ્સોએ ચેકો મારી રૂા. 10,000ના બે મોબાઇલ સેરવી લીધા હતા. આ બનાવ અંગે કિશન શાંતિલાલ વાગડિયા દ્વારા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદ અને તેમના પત્ની ગત તા. 21/12ના સાંજે ખરીદી કરવા નીકળ્યા હતા. તેઓ બજારમાં ખરદી બાદ સામાન વધુ હોવાથી બે મોબાઇલ, પર્સ લાલ રંગની થેલીમાં મૂકી દીધા હતા અને બાદમાં ઘરે આવ્યા હતા. ઘરે આવીને જોતાં લાલ રંગની થેલી નીચેથી તૂટેલી તથા તેમાં વસ્તુઓ ન હોવાનું સામે આવ્યું હતું. બાદમાં વધુ તપાસ કરતાં આ થેલીમાં બધી વસ્તુ સલામત હતી પરંતુ રૂા. 10,000ના બે મોબાઇલ હાજર મળી આવેલ ન હતા. અંતે આ મોબાઈલ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધૂ તપાસ આરંભી છે.