મુંદ્રા ખાતે આવેલ સુખપર નજીકથી ગાંજાના જથ્થા સાથે ઈશમની ધરપકડ

copy image

 મુંદ્રા ખાતે આવેલ સુખપર નજીકથી ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સને ઝડપી પાડેલ છે. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, સુખપરવાસ ત્રણ રસ્તા પાસે ઊભો રહીને એક શખ્સ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને હકીકત વાળા સ્થળ પરથી આરોપી શખ્સને રંગે હાથ દબોચી લીધો હતો. પોલીસે આ ઈશમની તપાસ કરતાં તેની પાસેથી લીલા, ભૂખરા રંગનો પાંદડા, ફૂલ, ડાળી સાથેનો ગઠ્ઠો મળી આવ્યો હતો. પોલીસે પકડાયેલ શખ્સની પૂછતાછ કરતાં ગાંજો આપનાર આરોપીનું નામ સામે આવ્યું છે. પોલીસે આ શખ્સ પાસેથી  રૂા. 5470નો 547 ગ્રામ ગાંજો, મોબાઇલ, રોકડ રકમ સહિતનો તમામ મુદામાલ કબ્જે કરી અન્ય આરોપીને આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.