લખપતના સારણ નાનીનાં ખેતરમાંથી માથાભારે શખ્સો દ્વારા ગે.કા. ખનિજ ચોરી કરાતાં જિલ્લા કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત

copy image
લખપત ખાતે આવેલ નાની સારણ ગામના સીમ વિસ્તારમાં આવેલ ખેતરમાંથી રાત્રે ખનિજ ચોરી થઈ રહી હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે આ મામલે સૂત્રોનું કહેવું છે આ મામલે ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટર સમક્ષ પત્ર દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે. જે અનુસાર લખપતના સારણ નાનીમાં આવેલ ખેતર પોતાની માલિકીનું આવેલ છે. પરંતુ ત્યાં અમુક ઈશમો દ્વારા મશીનો ડમ્પરથી મોટા ખાડા કરી બેન્ટોનાઇટ ખનિજની રાત્રે ચોરી કરવામાં આવી રહી છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ માથા ભારે શખ્સો વિરુદ્ધ નામજોગ ફરિયાદ કરવામાં આવેલ છે. ઉપરાંત આ માથાભારે તત્વો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.