‘હેપી ન્યૂ યર’ આ મેસેજથી સાવચેત રહો : તમરો મોબાઈલ મિનિટોમાં થઈ શકે છે હેક

copy image

આ વર્ષનો આજે અંતિમ દિવસ છે તેમજ આવતી કાલે એટલે કે 1 જાન્યુઆરી-2025નું નવું વર્ષ શરૂ થશે. ત્યારે હેપી ન્યુ યરના મેસેજ દ્વારા ફ્રોડ આંચરવામાં આવી રહ્યો છે. જે મામલે વર્તુળોમાંથી મળતી વિગતો મુજબ આજે 31મી ડિસેમ્બરથી જ સૌના વોટ્સએપ પર હેપી ન્યૂ યરના મેસેજીસ આવવાના ચાલુ થઈ જશે. ત્યારે આ મેસેજ થી ખાસ ચોકન્ના રહેવાની જરૂર છે. કારણ, સાયબર ફ્રોડ કરનારાઓ સક્રિય બની ચૂક્યા છે ત્યારે તમને કેટલાય એવા મેસેજ મળશે, જેમાં વર્ષ 2025નું નવું કેલેન્ડર અથવા ડાયરી મફત આપવાની ઓફર કરવામાં આવી હોય. એમાં લખેલું હોય કે મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરો નવા વર્ષની ફ્રી ગિફ્ટ મેળવો.ત્યારે આવા મેસેજની લિન્ક પર ભૂલથી પણ ક્લિક ન કરવું નહીં તો તમે ફ્રોડનો શિકાર બની શકો છો. જેવુ તમે આ લિંક પર ક્લિક કરશો કે, શક્ય છે કે, તમારો મોબાઈલ હેક થઈ શકે છે. ઉપરાંત તમારો ડેટા, તમારા બેન્ક અકાઉન્ટ જેવી સંવેદનશીલ વિગતો લીક થવાની સંભાવાનાઓ રહેલી છે.