ઉત્તર પ્રદેશમાં આવેલ ગાઝિયાબાદના ખેતરમાં વીજળી પડતાં ખાડામાંથી શિવલિંગ પ્રગટ થયું : લોકે કર્યો મહાદેવનો જયજયકાર

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે ઉત્તર પ્રદેશમાં આવેલ ગાઝિયાબાદમાં આકાશમાંથી વીજળી પડતાં ખેતરની જમીનમાં ખાડો પડી ગયો અને બાદમાં આ ખાડામાંથી  શિવલિંગ પ્રગટ થયું છે. આ મામલે વર્તુળોમાંથી વધુમાં મળતી વિગતો મુજબ ઉત્તર પ્રદેશમાં આવેલ ગાઝિયાબાદના મુબારિકપુર ડાસના નામના વિસ્તારમાં આ ચમત્કાર થયો છે. અહી આકાશમાંથી વીજળી પડયા બાદ 8 થી 10 ફીટ ઊડો ખાડો થયો હતો.જેમાથી શિવલિંગ પ્રગટ થયું છે. ત્યારે જણાઈ રહ્યું છે કે આ સમાચાર વાયુવેગે પ્રસરતાં લોકો એકઠા થયા હતા અને ખાડામાંથી શિવલિંગને બહાર કાઢીને પૂજા-અર્ચના શરૂ કરી દેવાઈ હતી.