ગુજરાતને મળશે નવો જિલ્લો ….?
હવે ગુજરાતને સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા નવો જિલ્લો મળવાની સંભવાના છે. અ અંગે સૂત્રો જણાવી રહ્યા છે કે કેબિનેટની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરવા અંગે . મંજૂરી અપાઈ છે. ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે આ અંગે મુખ્યમંત્રી કક્ષાએ સત્તાવાર જાહેરાત કરાશે. હાલમાં ગુજરાતમાં 33 જિલ્લા છે.જે બનાસકાંઠાના બે ભાગ થતા હવે 34 જિલ્લા બનશે. વધુમાં સૂત્રોનું કહેવું છે કે, બનાસકાંઠામાંથી થરાદને નવો જિલ્લો બનાવવામાં આવી શકે છે.