વલસાડ નજીક વધુ એક અકસ્માતનો બનાવ : થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ ફૂલ સ્પીડમાં દોડતી કાર ડિવાઈડર કુદાવીને સામેની સાઈડ પર ફંગોળાઈ

copy image

copy image

રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં દિનપ્રતિદિન સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે વલસાડ નજીક વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ થર્ટી ફર્સ્ટની ઉજવણી બાદ ફૂલ સ્પીડમાં દોડતી કાર ડિવાઈડર કુદાવીને સામેની સાઈડ પર ફંગોળાઈ જતાં અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અક્સમાતમાં કારમાં સવાર 5 લોકો ઘાયલ બન્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે સર્જાયેલ અકસ્માતમાં  કારનો ડૂચો વળી ગયો હતો.