દારૂની મેહફીલ માણતા ચાર ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી મુંદરા પોલીસ

મે.પોલીસ મહાનીરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજ તથા ના.પો.અધિ.શ્રી.રવિરાજસિંહ ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ ૩૧ ડીસેમ્બર અનુસંધાને પોલીસ સ્ટેશન વિસ્તારમા વધુમાં વધુ પેટ્રોલીંગ રાખી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ તકેદારી રાખવા જરૂરી સુચનાઓ આપેલ.

જે અનવ્યે મુંદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર આર.જે.હુંમર સાહેબનાઓએ જરૂરી માર્ગદર્શન અને સુચના આપેલ હોઇ જે સુચના અનુસંધાને મુંદરા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના કર્મચારીઓ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.હેડ કોન્સ. મથુરજી બી.કુડેચા નાઓને બાતમી મળેલ કે, બારોઇ રોડ પર આવેલ જુના પેટ્રોલપંપ સામે આવેલ અષ્ટ વિનાયક કોમ્પ્લેક્ષમા આવેલ રૂમ નં.૨૦૪ અમુક ઇસમો દારૂની મહેફિલ માણી દારુ પીવે છે. જે બાતમી હકીકત આધારે વર્ક આઉટ કરી રેઇડ કરતા નીચે મુજબના ઇસમ મુદ્દામાલ સાથે મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

  • પકડાયેલ આરોપી
  • કુલદીપગીરી રમેશગીરી ગોસ્વામી ઉ.વ.૨૬ રહે.મુળ ગામ રસુલપુર થાના શીવાન જી.શીવાન બિહાર હાલે રહે.બારોઇ રોડ અષ્ટવિનાયક કોમ્પ્લેક્ષ રૂમ નં.૨૦૪ મુંદરા.
  • ભૈયાલાલ ચંદ્રપાલ પટેલ ઉ.વ.૨૦ રહે.મુળ ગામ બડવારા ઘાના ભડવારા જી.કટની મધ્યપ્રદેશ હાલે રહે.નાના કપાયા તા.મુંદરા.
  • મંદીપકુમાર કનૈયા પાઠક ઉ.વ.૨૨ રહે.મુળ ગામ આંધ્રા થાના આધાપુર જી.મોતીહારી પુર્વી ચમ્પારણ બિહાર હાલે રહે. કલાપુર્ણનગર મુંદરા.
  • નાગેંદ્ર મુન્ના સહાની ઉ.વ.૨૨ રહે.મુળ ગામ દેવસીપુર થાના મધુબન જી.મઉં ઉતરપ્રદેશ હાલે રહે.કલાપુર્ણ આશીષ મુંદરા.
  • કબ્જે કરેલ મુદ્દામાલ
  • (૧) મેક્ડોવેલ્સ નં.૧ વીસ્કી ૭૫૦ એમ.એલ. બોટલ નંગ.૦૨ કિ.રૂ.૮૬૨/-
  • (૨) કીનલી સોડાની બોટલ નંગ.૦૧ કિ.રૂ.૦૦/૦૦
  • (૩) ફોર સ્ક્વેર સિગરેટ નંગ.૦૮ જેની કિ.રૂ.૦૦/૦૦
  • (૪) પ્લાસ્ટીકના ચાર ગ્લાસ તેમજ અર્ધ બળેલ ફોર સ્ક્વેરની સિગરેટ
  • નં.૦૨ કિ.રૂ.૦૦/૦૦
  • આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-
  • આ સરાહનીય કામગીરીમાં પો.ઇન્સ. આર.જે.ઠૂંમર સાહેબનાઓની સુચનાથી એ.એસ.આઇ. દિનેશભાઇ એમ.ભટ્ટી, તથા પો.હેડ કોન્સ મથુરજી બી.કુડેચા તથા પો.હેડ કોન્સ.દિનેશભાઇ સી.ગોહેલ તથા પો.હેડ કોન્સ દર્શનભાઇ આર.રાવલ તથા પો.હેડ કોન્સ. પૃથ્વીરાજ એસ.ગઢવી તથા પો.કોન્સ.હર્ષદકુમાર રાઠોડનાઓ જોડાયેલ હતા.