છોટાઉદેપુરમાં ઘરની પાછળના કૂવામાંથી તાર બાંધેલી હાલતમાં માસૂમ તરુણનો મૃતદેહ મળી આવતા ચકચાર
copy image

રુવાંડા ઊભા કરી નાખે તેવો કિસ્સો છોટાઉદેપુરમાંથી સામે આવી રહ્યો છે જે અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ એક કિશોરનો મૃતદેહ ઘરની પાછળના કૂવામાંથી મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. છોટાઉદેપુરના બોડેલી તાલુકાના બામરોલી ગામમાં આ બનાવ બન્યો છે. આ ગામાંથી ૧૩ વર્ષના તરુણનો કૂવામાંથી રહસ્યમયી રીતે મૃતદેહ મળી આવ્યો છે.ત્યારે આ બનાવ અંગે મળતી વિગતો મુજબ બામરોલીમાં ગત તા. 29 ડિસેમ્બરના રોજ 13 વર્ષીય હિમાંશુ સંજય રાઠવા રાત્રે 8 થી 9 વાગ્યાની આસપાસ કોઈને કીધા વિના ઘરેથી નીકળી ગયેલ હતો. બાદમાં બીજા દિવસે પણ આ તરુણ પરત ન આવતા તેની શોધખોળ કરાઈ હતી. શોધ કરવા છતાં ક્યાય પતો ન મળતા અંતે બોડેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાઈ હતી. ત્યારે વધુમાં જણાઈ રહ્યું છે કે બાદમાં હિમાંશુના જ નંબર પરથી કોલ આવેલ કે, દિકરો જોઈતો હોય તો એક લાખ રુપિયા તૈયાર કરીને રાખો હું છોકરાને ઘરે મુકી જઉં.જે મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે હિમાંશુની શોધખોળ ચાલુ કરી. ત્યારે તપાસ દરમિયાન ઘરની પાછળના કૂવામાંથી તાર બાંધેલી હાલતમાં માસૂમ હિમાંશુનો મૃતદેહ મળી આવેલ હતો. પોલીસે આ ગુના કામેના આરોપીને ઝડપી પાડવા આગળની વધુ તપાસ આરંભી છે.