સુરતના ગોડાદરામાં ગેસ લાઈન લીકેજથી આગ ભભૂકી ઉઠી : એક જ પરિવારના 4 સભ્યોમાંથી બે માસૂમ બાળકોના મોત 

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે સુરત ખાતે આવેલ ગોડાદરામાં આગના ભયાવહ બનાવમાં એક પરીવારના ચાર સભ્યોમાંથી બે માસૂમ બાળકોના મોત થયા હોવાથી શોકનો માહોલ જોવા મળ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ગોડાદરામાં ખોદકામ કરતી વેળા ગુજરાત ગેસ લાઈનમાં ભંગાણ સર્જાયા બાદ આગની જ્વાળાઓ ફાટી નીકળી હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે એ આ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા બે માસૂમ બાળકો અને તેમના માતા-પિતા ગંભીર રીતે દાઝી ગયા હતા. આ બનાવમાં ગંભીર રીતે દાઝી ગયેલા પરિવારના ચાર સભ્યોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા જ્યાં સારવાર દરમ્યાન બંને બાળકોના મોત થયા છે જ્યારે માતાની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે.