રપરના જાટાવાડા નજીક ટ્રેક્ટરમાંથી નીચે પટકાતાં 23 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

  રાપર તાલુકાના જાટાવાડા નજીક ટ્રેક્ટરમાંથી નીચે પટકાતાં 23 વર્ષીય યુવાનનું મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  ગત તા. 25/12ના હતભાગી યુવાન પૃથ્વીસિંહ ટ્રેક્ટર લઇને ધબડાથી જાટાવાડા જઇ રહ્યો હતો. તે સમયે, કાચા રસ્તામાં અચાનક ખાડો આવતાં ટ્રેક્ટર અચાનક ઉછળ્યુ હતું અને આ બનાવમાં તેનો ચાલક નીચે કૂદકો મારતાં તેને માથાંમાં ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલ આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.