નખત્રાણા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઇલ ચોરીનો વણશોધાયેલ ગુનો શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ.

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ આધાર પુરાવા વગરની ચીજ વસ્તુની થતી હેરફેર રોકવા તથા આવી પ્રવૃતી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી એ.એમ.મકવાણા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી જે.બી.જાદવ સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓએ ગેરકાયદેસર પ્રવૃત્તી કરતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના અને માર્ગદર્શન આપેલ જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાંચના કર્મચારીઓ લખપત તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં તે દરમ્યાન વિકેશભાઇ રાઠવા તથા વિરેન્દ્રસિંહ જાડેજાનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જી.એમ.ડી.સી લખપતના ખુલ્લા ગ્રાઉન્ડમા એક ટાટા ટ્રક જેના ૨.જી ન-HR-38-AC-7079 વાળી શંકાસ્પદ રીતે છેલ્લા ત્રણ-ચાર દીવસથી ઉભેલ છે જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી ટ્રકમા તથા આજુ બાજુમા તપાસ કરતા કોઇ વ્યક્તિ કે તેનો ચાલક હાજર મળી આવેલ નહી જેથી ટ્રકની તપાસ કરતા ડ્રાઇવર સીટની પાછળ એક કાળા ક્લરની બેગમાં અલગ અલગ કંપનીના પાંચ મોબાઇલ મળી આવેલ જે તમામ મુદ્દામાલ બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ તપાસ અર્થે શક પડતી મિલ્કત તરીકે કબ્જે કરેલ તેમજ ઉપરોક્ત મળી આવેલ મુદ્દામાલ બાબતે ખરાઇ કરતા જે અંગે નખત્રાણા પોલીસ સ્ટેશન ખાતે પાર્ટ એ ગુ.ર.નં-૦૯૧૫/૨૦૨૬ બી.એન.એસ.કલમ-૩૦૩(૨) મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ