રામવાવ લેન્ડગ્રેબિંગ પ્રકરણમાં બે આરોપીઓના જામીન મંજૂર કરાયા

Court-1495027562_835x547

copy image

copy image

  રાપર ખાતે આવેલ રામવાવમાં ગૌચર નીમવાળી જમીન અંગે 22 લોકો પર થયેલ લેન્ડગ્રેબિંગના કેસમાં બે આરોપી ઈશમોના જામીન મંજૂરથયુ હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રાપર ખાતે આવેલ રામવાવની ગૌચર જમીન ઉપર દબાણ કરી  કબ્જો કરી લેવાતા આરોપી ઈશમો વિરુદ્ધ લેન્ડગ્રેબિંગની કલમો તળે ગુનો નોંધાયો હતો.જાણવા મળી રહ્યું છે કે આ કેસમાં બે આરોપી ઈશમોએ નિયમિત જામીન મેળવવા ભુજની કોર્ટમાં અરજી કરતાં બંનેના જામીન મંજૂર કરવામાં આવેલ હતા.