કેરાની મહિલા સાથે થઈ 1.53 લાખની ઓનલાઇન ઠગાઈ
copy image

ભુજ ખાતે આવેલ કેરાની મહિલા સાથે 1.53 લાખની ઠગાઈ થઈ હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ સેલે પુરેપૂરી રકમ ફ્રીઝ કરાવી રૂા. 58,570 પરત અપાવ્યા હતા. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર કેરાના તુલસીબેનને અજાણી મેઇલ આઇડી પરથી એક મેઇલ દ્વારા જણાવવામાં આવેલ હતું કે, ઘેરબેઠા કામ કરો અને રૂપિયા કમાવો’. જેથી ફરિયાદીએ સામેવાળાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું કે, પહેલાં 3000 પ્રોસેસિંગ ફી ભરવી પડશે. વધારે રૂપિયા કમાવાની લાલચે ફરિયાદીએ સામેવાળાના કહેવા મુજબ જુદા જુદા ટ્રાન્જેક્શન દ્વારા રૂા. 1,53,664 ચૂકવી આપ્યા હતા. બાદમાં સામેવાળાએ સંપર્ક બંધ કરી દેતાં ફરિયાદીએ સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કર્યો હતો. બાદમાં સેલે તેને મદદરૂપ બની ગયેલી રકમ ફ્રીઝ કરાવી હતી અને તેમાંથી રૂા. 58,570 અરજદારના ખાતામાં પરત અપાવ્યા હતા.