અમદાવાદમાં ફરી એક વખત લૂંટારાઓ બન્યા સક્રિય : સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી લઇને થયા રફુચક્કર

copy image

copy image

સૂત્રો જણાવી રહયા છે અમદાવાદમાં ફરી એક વખત લૂંટનો બનાવ સામે આવ્યો છે. ત્યારે આ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના બોપલ વિસ્તારમાં કનકપુરા જ્વેલર્સમાં સોના-ચાંદીનાના દાગીના ભરેલી થેલીની લૂંટ મચાવી આરોપી ઈશમો નાસી છૂટ્યા છે. અમદાવાદમા ચાર લૂંટારાઓએ જ્વેલર્સની દુકાનમાં લૂંટ મચાવી હતી. આ અંગે જાણવા મળી રહ્યું છે કે ત્રણ લુંટારા દુકાનમાં લૂંટ માટે પ્રવેશ્યા હતા જ્યારે તેની જ ગેંગનો એક શખ્સ દુકાનની બહાર ઊભો હતો. આ લૂંટારાઓ સોના-ચાંદીના દાગીના ભરેલી થેલી લઇને રફુચક્કર થઈ ગયા છે. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે આ સમગ્ર મામલે પોલીસ ચોપડે ફરિયાદ ચડતા પોલીસે CCTV તપાસ સહિતની આગળની વધુ તપાસ આરંભી છે.